પબ-જી લવર્સ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદમાં ઓનલાઈન પબજી રમતા રમતા યુવત યુવતી વચ્ચે મૈત્રી થઈ અને પછી પ્રેમ થયો પણ બિભત્સ માંગણી કરી યુવતીનું ફેસબુક એકાન્ટ હેક કર્યુ અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
યુવતીએ એકાઉન્ટ બ્લોક કરતા યુવકે કર્યુ ફેસબુક હેક
ફેસબુકનું એકાઉન્ટ પરત આપવા મા઼ગ્યા 50 હજાર સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જો આપ ઓનલાઇ પબ-જી રમતા હો તો સંભાળજો. જી હાં અમદાવાદમાં ઓનલાઇન પબજી રમતી યુવતીને એક કડવો અનુભવ થયો છે.ઓનલાઇન પબજી રમતી યુવતીને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો પરંતુ યુવકે થોડા સમય બાદ યુવતી પાસે બિભત્સ માંગણી કરીને અને તેનું ફેસબુક અકાઉન્ટ પણ હેક કરી દીધું.
રૂા. 50000ની કરી માંગણી ફેસબુક અકાઉન્ટ પરત માંગવા માટે યુવેક યુવતી પાસે 50 હજારની માંગણી કરી. બાદ યુવતીએ અમદાવાદ સોલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામેલ તપાસ હાથ ધરી છે
This is a very great Article.Thanks for given This important information.