ઓનલાઇન અભ્યાસે ખુશીનો જીવ લીધો! રાજકોટનો આંખ ઉઘાડનારો કિસ્સો

By | 23 Jun, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

123 1 1

કોરોના મહામારીના કારણે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ હાલ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે શાળાઓ દ્વારા ઓનલાઇન ટીચિંગની શરૂઆત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ મોબાઈલ-ટેબ્લેટ કે એ કમ્પ્યુટરના માધ્યમથી ભણાવવામાં આવી રહ્યં છે, પરંતુ આ ઓનલાઇન અભ્યાસ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં બે મત ચાલી રાજ્ય છે ત્યારે રાજકોટમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ય વિગતો અનુસાર રાજકોટમાં ઓનલાઇન અભ્યાસ નહિ ગમતા ધોરણ આઠમા અભય કરનાર એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાનો ચકરાર જગાવનાર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી ખુશી રોહિતભાઈ શિંગડિયા નામની વિદ્યાર્થી ઓનલાઇન અભ્યાસ કરી રહી હતી જે તેને ગમતો ન હતો, આ ઉપરાંત ગઈ કાલે સવારે તેણીની માટે અભ્યાસ કરવાનું કહેતા ખુશીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

સમગ્ર મામલો જોઈએ તો રાજકોટમાં માવડી ૪૦ ફૂટ રોડ, ધરમનગર પાસે ગિરનાર સોસસિટી-૫ માં રહેતા અને ઓટો ગેરેજ ધરાવતા રોહિતભાઈ શિંગડિયાની પુત્રી રાજકોટની જાય કિશાન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. કોરોનને કારણે અન્ય શાળાઓની જેલ જાય કિશાન સ્કૂલે પણ ઓનલાઇન અભ્યાસ શરુ કર્યો હતો. ખુશીના પિતાના જણાવ્યા અનુસાર ખુશીને મોબાઈલ સામે બેસીને ઓનલાઇન ભણવામાં કંટાળો આવી રહ્યો હતો. ગઈ કાલે સવારે ખુશીની માટે શાળા તરફથી આપવામાં આવેલું હોમવર્ક પૂરું કરવા માટે કહેતા ખુશી રૂમમાં જતી રહી હતી.

ખુશી રૂમમાં ગયા બાદ ઘણા સમય સુધી બહાર ન આવતા પરિવારજનો ચિંતાના મુકાયા હતા અને દરવાજો નહિ ખોલતા પાછળના ભાગેથી રૂમમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, ખુશીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.


ત્યારબાદ દરવાજો તોડીને ખુશીને નીચે ઉતારીને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં ફરજ પરના તબીબોએ ખુશીને મૃત જાહેર કરી હતી જે બાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, માહિતી મળ્યા બાદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી અને નોંધ્યું હતું કે ખુશીનું ઓનલાઇન અભ્યાસમાં મન લાગી રહ્યું નહોતું ઉપરાંત આગળ દિવસે માટે ઠપકો આપ્યો હતો અને બીજા દિવસે હોમવર્ક કરવાનું કહેતા ખુશીએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

જણાવી દઈએ કે હાલ મોટાભાગની શાળાઓ ઓનલાઇન અભ્યાસક્રમ ચલાવી રહી છે ત્યારે બીજી એક ચિંતા એ પણ છે કે વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરવા માટે ટેવાયેલા બાળકોને કલાકો સુધી સતત મોબાઈલ કે કમ્પ્યુટર સામે બેસીને અભ્યાસ કરવામાં તકલીફ પડે છે પરંતુ માતાપિતાના ડરથી કે શાળાના ડરથી બાળકોએ મન ન લાગતું હોવા છતાં ઓનલાઇન ભણવા માટે મોબાઈલ સામે કે કમ્પ્યુટર સામે બેસવું પડે છે. 
આ ઉપરાંત ઓનલાઇન અભયક્રમ દરમિયાન નેટવર્ક કે કોઈ અન્ય તકનીકી કારણોસર ભણતી વખતે વારંવાર ડિસ્ટર્બન્સ આવતું હોવાથી આખરે બાળકો કંટાળે છે અને તનવગ્રસ પણ બની શકે છે તેથી ઓનલાઇન અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ આ બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ જેથી બાળક માનસિક રીતે તણાવગ્રસ્ત ન બને.

Leave a Reply

Your email address will not be published.