કોરોના વાયરસ અને લોકડાઇઉન કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સાબિત થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાં કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા પર રોક લગાવ્યા બાગ હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સરકારે તમામ કેન્દ્રીય કર્મચારીઓનું ઈન્ક્રીમેન્ટ આવતાં વર્ષ સુધી નહીં વધારવાનો નિર્ણય લીધો છે. એટલે કે આ વર્ષે સેલરીમાં વધારાના પ્રસ્તાવ પર બ્રેક લગાવી દેવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ એક ઓર્ડર જાહેર કર્યો છે. આ નવા ઓર્ડર હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને એન્યુઅલ પર્ફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટને પૂર્ણ કરવાની સમયસીમા વધારી દીધી છે. જેને વધારીને આગામી વર્ષ માર્ચ 2021 સુધી વધારી દીધી છે. 11 જૂને જાહેર કરેલાં નવા આદેશ પ્રમાણે હાલની સ્થિતિઓને જોતાં 2019-20 માટે APARની સમયસીમા ડિસેમ્બર 2020થી વધારીને 2021 કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણયની અસર ગ્રૃપ એ,બી અને સીનાં અધિકારીઓને પડશે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થું અટકાવી દીધું હતું. વિત્ત મંત્રાલયે જાહેર કરેલ પરિપત્રમાં જણાવ્યું હતું કે, કોવિડ 19ના સંકટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને 1 જાન્યુઆરી 2020થી મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે નહીં.
Pingback: One more tweak given by the government to the central employees, a new order was taken regarding the pay hike | SabkaGujarat.in