વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કોરોના કાળમાં ભારતના ગરીબ વર્ગના લોકોને સરકારે તરત જ તેમના ખાતામાં 7 હજાર રૂપિયા મોકલવા જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી પણ આ માંગને ઉઠાવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર હવે આવો જ દાવો ખૂબ જ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અંતે સરકારે આ નિર્ણય પર મોહર લગાવી દીધી છે કે ભારતના દરેક નાગરિકને સરકાર 7,500/- રૂપિયા કોરોના કાળમાં આપશે. પરંતુ સરકારી મીડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર આ રીતની કોઈ નવી સ્કીમ નથી લાવી રહી.
જાણો શું દાવો કરવામાં આવી રહ્યો છે?
PIB ફેક્ટ ચેકમાં જણાવવામાં આવ્યું કે સાડા સાત હાજર દેવા વાળી whatsapp અફવા ખુબ વાયરલ થઇ રહી છે. મેસેજ ફોરવર્ડમાં એક લિંક પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેમાં પોતાના બેન્ક એકાઉન્ટ અને બાકીની વિગતો આપો… ત્યાર બાદ સરકાર તમને તમારા એકાઉન્ટમાં પૈસા મોકલશે.
લિંક નીચેના ફોરવર્ડ મેસેજમાં એક સૂચના પણ લખવામાં આવી છે – જેમાં લખ્યું છે કે સરકારની આ સેવા નો લાભ ફક્ત એક જ વાર મળશે.
જાણો શું છે હકીકત
PIB ફેક્ટ ચેકે આ વ્હોટ્સએપ મેસેજને ફેક અને ફક્ત એક અફવા ગણાવ્યો છે. PIB એ જણાવ્યું કે આ લિંક છેતરપિંડી કરવા માટે આપવામાં આવી છે. આપવામાં આવેલી લિંક એક ક્લિકબેઈટ છે. આવી ફાલતુ વેબસાઈટ અને વ્હોટ્સએપ મેસેજથી સાવધાન રહો.
જણાવી દઈએ કે PIB એ ફેક્ટ ચેક કરીને કોરોના અને લોકડાઉન દરમ્યાન અફવાઓને ખોટી સાબિત કરી છે, તેમજ સતત આ અંગે જાણકારી આપી છે.