કોરોના સંકટના લીધે મોદી સરકારનો મોટો નિર્ણય, માર્ચ 2021 સુધી મૂકયો આ પ્રતિબંધ!

By | 5 Jun, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

કોરોના સંકટ અને લોકડાઉનના લીધે દેશના અર્થતંત્ર પર અસર વર્તાઇ છે. તેના લીધે આવકનું નુકસાન તો થયું જ છે સરકારનો ખર્ચ પણ વધ્યો છે. આ પરિસ્થિતિની અસર સરકારની નવી યોજનાઓ પર પડવા લાગી છે. આથી કેન્દ્ર સરકારે નવી યોજનાઓની શરૂઆત પર પ્રતિબંધ મૂકી દીધો છે. નાણાં મંત્રાલયે વિભિન્ન મંત્રાલયો અને વિભાગો દ્વારા 9 મહિના કે માર્ચ 2021 સુધી સ્વીકૃત નવી યોજનાઓની શરૂઆત પર પ્રતિબંધ મૂકી દીધો છે.


કોરોનાની લડાઇમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા નાણાં મંત્રાલયે નાણાંકીય વર્ષ 2020-21 માટે કોઇ નવી યોજનાઓની શરૂઆત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ આ યોજનાઓ પર છે જે સ્વીકૃત કે મૂલ્યાંકન શ્રેણીમાં છે. આ આદેશ એ યોજનાઓ પર પણ લાગૂ થશે જેના માટે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે સૈદ્ધાંતિક અનુમોદન આપી દીધું છે.


જોકે આત્મનિર્ભર ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઓ પર કોઇ પ્રતિબંધ રહેશે નહીં. સરકારની તરફથી રજૂ કરવામાં આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વિભિન્ન મંત્રાલય નવી યોજનાઓની શરૂઆત ના કરે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કે આત્મનિર્ભર ભારત અભિયાનની અંતર્ગત જાહેર યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે.

નાણાં મંત્રાલયના વ્યય વિભાગની તરફથી 4 જૂનના રોજ જાહેર કરાયેલા આદેશમાં કહ્યું છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સાર્વજનિક નાણાંકીય સંસાધનો પર અભૂતપૂર્વ માંગ છે અને બદલાતી પ્રાથમિકતાઓની સાથે સંસાધનોને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવાની જરૂર છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્થાયી નાણાંકીય સમિતિ પ્રસ્તાવો સહિત નાણાંકીય વર્ષ 2020-21માં પહેલેથી જ સ્વીકૃત કે અનુમોદિત નવી યોજનાઓની શરૂઆત એક વર્ષ સુધી સસ્પેન્ડ રહેશે.

કોરોના સંકટના લીધે નાણાં મંત્રાલયે આ અગત્યનો નિર્ણય લીધો છે કારણ કે સરકારની પાસે આવક ઓછી થઇ રહી છે. લેખા મહાનિયંત્રકની પાસે ઉપલબ્ધ રિપોર્ટ પરથી ખબર પડી છે કે એપ્રિલ 2020 દરમ્યાન 27548 કરોડ આવક થઇ જે મજેટ અનુમાનના 1.2 ટકા હતી. જ્યારે સરકારે 3.07 લાખ કરોડ ખર્ચ કર્યો જે બજેટ અનુમાનના 10 ટકા હતો.


નાણાંકીય સંકટથી ઝઝૂમવાના લીધે સરકાર લોન પણ વધુ લઇ રહી છે. પાછલા દિવસોમાં સરકારે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાંકીય વર્ષ માટે આપણા બજારમાંથી લોન લેવાનું અનુમાન 4.2 લાખ કરોડ રૂપિયાથી વધીને 12 લાધ કરોડ રૂપિયા કરશે. નાણાંમંત્રાલયે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020-21માં અંદાજીત દેવું 7.80 લાખ કરોડ રૂપિયાની જગ્યાએ 12 લાખ કરોડ રૂપિયા થશે. લેખા મહાનિયંત્રક દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા આંકડા પરથી ખબર પડે છે કે નાણાંકીય વર્ષના પહેલાં મહિનામાં અંદાજીત રાજકોષીય ખાધને એક તૃત્યાંશથી વધુની નુકસાની થઇ છે.

One thought on “કોરોના સંકટના લીધે મોદી સરકારનો મોટો નિર્ણય, માર્ચ 2021 સુધી મૂકયો આ પ્રતિબંધ!

  1. Pingback: Modi government’s big decision due to Corona crisis, this ban was imposed till March 2021! | SabkaGujarat.in

Leave a Reply

Your email address will not be published.