ગુજરાતમાં ફરીથી લોકડાઉન અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન

By | 11 Jun, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

શું ગુજરાતમાં ફરી 15 જૂનથી લૉકડાઉન આવશે કે?, જાણો આ અંગે વિગતવારજે રીતે દેશમાં અને વિશ્વમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો જ જાય છે. એ રીતે ગુજરાતમાં પણ દરરોજ કોરોનાના 500 આસપાસ કેસ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં પણ એક ફફટાડ છે કે શું ફરીથી ગુજરાતમાં લોકડાઉન થશે? એમાં પણ ઓછામાં વધતા સમાચાર આવ્યા કે સરકારે બોર્ડર સીલ કરી છે. જેથી લોકોના મનમા વધારે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કોરોના ટેસ્ટ મામલે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગુજરાતમાં લોકડાઉન મામલે જવાબ આપ્યો હતો.

નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં લૉકડાઉનની કોઈ વિચારણા નથી. પરંતુ દરેક નાગરિકે છૂટછાટમાં નિયમનું પાલન કરવું જરૂરી છે. આગળ વાત કરતાં નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાન સરકારે પરિસ્થિતિના આધારે બોર્ડર સીલ કરી છે. એ જોઈને કેટલાક લોકો ખોટી અફલા ફેલાવે છે કે ગુજરાતમાં પણ લોકડાઉન વધવાનું છે. પરંતુ હાલમાં સરકારની કોઈ જ આવી વિચારણા નથી કે લોકડાઉન વધે.


એ સિવાય નીતિન પટેલે જણાવ્યું હતું કે હવેથી પ્રાઈવેટ દવાખાનામાં પણ લોકો કોરોના ટેસ્ટ કરાવી શકશે. 1400 ખાનગી ડૉક્ટર કોરોના ટેસ્ટની ભલામણ કરી શકશે. તેમજ ખાનગી હોસ્પિટલ મામલે પણ નીતિન પટેલે કહ્યું હતું કે, હોસ્પિટલ કાયમી બંધ કરવા સુધીની કાર્યવાહી થશે. તેમજ નિયત ચાર્જથી વધુ વસૂલાત સામે કાર્યવાહી થશે જ એ નક્કી છે. તેમજ મોત મામલે પણ નીતિન પટેલે કહ્યું હતું કે, માત્ર કોરોનાથી મોત નથી થયા.
Join Our Whatsapp Group: Click Here

One thought on “ગુજરાતમાં ફરીથી લોકડાઉન અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન

  1. Pingback: Nitin Patel’s important statement regarding lockdown in Gujarat | SabkaGujarat.in

Leave a Reply

Your email address will not be published.