ગુડ ન્યૂઝ / ખેડૂતો માટે ખાસ સ્કીમ લાવી રહી છે મોદી સરકાર, લાભ લેવા આ તારીખ સુધીમાં કરાવી લો રજિસ્ટ્રેશન

By | 29 Jun, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

સરકારે ખરીફ પાકને માટેના વીમા માટે ટ્વિટરની મદદથી નોટિફિકેશન જાહેર કરવાની જાણકારી આપી છે. કૃષિ વિભાગે પોતાના સંદેશમાં કહ્યું છે કે કુદરતી મુશ્કેલીઓથી સુરક્ષા માટે ખેડૂત પોતાના પાકનો વીમો અચૂક કરાવે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો 31 જુલાઈ 2020 પહેલાં બેંકની શાખાઓને સૂચિત કરવું જરૂરી છે.

  • મોદી સરકારની છે આ ખાસ સ્કીમ
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા કરો રજિસ્ટ્રેશન
  • રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 જુલાઈ

ચોમાસાની સીઝન શરૂ થઈ છે. આ સાથે જ ખરીફ પાકનું વાવેતર પણ શરૂ થયું છે. સરકારે ખરીફ પાકના વીમા માટે ટ્વિટરની મદદથી નોટિફિકેશનની જાણકારી આપી છે. કૃષિ વિભાગે પોતાના સંદેશમાં કહ્યું છે કે કુદરતી આપદાથી સુરક્ષા માટે ખેડૂતો પોતાના પાકનો વીમો અચૂક કરાવે. મોટાભાગના રાજ્યોમાં ખરીફ 2020 માટે વીમા કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રધાનમંત્રી ખરીફ પાક વીમા યોજના નો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ 31 જુલાઈ 2020 સુધી બેંક શાખાને સૂચિત કરવાનું રહેશે.

આ માટે શરૂ થઈ પાક વીમા યોજના
પાકનો વીમો સ્વૈચ્છિક છે. પાકને કુદરતી કહેરથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરી છે. તેને 13 જાન્યુઆરી 2016ના રેજ શરૂ કરવામાં આવી હતી. ભારતીય કૃષિ વીમા કંપની આ યોજનાને ચલાવે છે.


વીમા માટે જરૂરી છે આ કાગળ
તમે ખેડૂત છો અને તમારા પાકનો વીમો કરાવવા ઈચ્છો છો તો તેના માટે કેટલાક કાગળો જરૂરી છે. તેમાં ખેડૂતનું ઓળખપત્રક જેમકે પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ અને આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો

આટલું ભરવું પડશે પ્રીમિયમ
પીએમ પાક વીમા યોજનાના આધારે ખેડૂતોને ખરીફ પાકને માટે 2 ટકા પ્રીમિયમ અને રબી પાક માટે 1.5 ટકા પ્રીમિયમ ભરવું પડે છે. વીમા યોજનામાં કર્મશિયલ અને બાગાયાતી પાકને માટે પણ વીમા સુરક્ષા આપવામાં આવે છે. જો કે ખેડૂતોને 5 ટકા પ્રીમિયમ ભરવું પડે છે.


કિસાન ક્રેડિટ કાર્ડ રાખનારા જાતે જ વીમામાં આવી જશે

જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડમાંથી પાક ઉધાર લીધું છે તેમનો પાક જાતે જ વીમાના નિયમમાં આવી જાય છે. જો કે ખેડૂત પોતાની મરજીના આધારે પાકનો વીમો જમા કરાવી શકે છે. જનસેવા કેન્દ્રો પર પણ પાકનો વીમો કરાવી શકાય છે.


Join Our Whatsapp Group: Click Here

Leave a Reply

Your email address will not be published.