જૂનો કબજો ધરાવતા મકાનના આ રીતે બનો કાયદેસર માલિક

By | 28 Feb, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

ગ્રામ્ય વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર થતા મહાનગરપાલિકા વિસ્તારના ચવ, રાવળા, કરામી, ઉભડ વગેરે જેવા ગ્રાન્ટ કરેલ વસવાટના મકાનો/ખોરડા તથા વસવાટની જમીનો તેને લાગુ પડતી બેઠી કિંમત વસુલ લઈને તેઓને કાયમી જૂની શરતના હક્કોએ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

વિસ્તારનું વર્ગીકરણ તથા તેનો પ્રવર્તમાન ઉપયોગ

ક) ગ્રામ્ય વિસ્તાર

૧) રહેણાક વિસ્તાર – ૧૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

૨) વાણિજ્ય કે અન્ય વિસ્તાર – ૨૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

નોંધ – હાલના કબજેદાર જો મૂળગ્રાંટી કે તેની સીધીલિટીના વારસદાર ન હોય, તો તેઓની પાસેથી મુકરર કરેલા દરોની બે ગણી રકમ વસુલ લેવાની રહેશે.

ખ) નગરપાલિકા વિસ્તાર

૧૦૦ ચોરસ મીટર સુધી

૧) રહેણાક વિસ્તાર – ૨૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

૨) વાણિજ્ય કે અન્ય વિસ્તાર – ૪૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

૧૦૦ ચોરસ મીટરથી વધુ

૧) રહેણાક વિસ્તાર – ૨૫ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

૨) વાણિજ્ય કે અન્ય વિસ્તાર – ૫૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

 

નોંધ – હાલના કબજેદાર જો મૂળગ્રાંટી કે તેની સીધીલિટીના વારસદાર ન હોય તો તેઓની પાસેથી મુકરર કરેલા દરોની બે ગણી રકમ વસુલ લેવાની રહેશે.

ગ) મહાનગરપાલિકા વિસ્તાર

૧૦૦ ચોરસ મીટર સુધી

૧) રહેણાક વિસ્તાર – ૩૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

૨) વાણિજ્ય કે અન્ય વિસ્તાર – ૬૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

૧૦૦ ચોરસ મીટરથી વધુ

૧) રહેણાક વિસ્તાર – ૩૫ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

૨) વાણિજ્ય કે અન્ય વિસ્તાર – ૭૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર

નોંધ – હાલના કબજેદાર જો મૂળગ્રાંટી કે તેની સીધીલિટીના વારસદાર ન હોય તો તેઓની પાસેથી મુકરર કરેલા દરોની બે ગણી રકમ વસુલ લેવાની રહેશે.

(ચોરસ મીટર માંથી વારમાં ક્ષેત્રફળને ફેરવવા આપેલ ચોરસ મીટર આંકને ૧.૧૯૬ વડે ગુણો

વાર માંથી ચોરસ મીટરમાં ફેરવવા આપેલ વાર વાળા અંકને ૧.૧૯૬ વડે ભાગવા)

અન્ય માહિતી

આવા હુકમ થયા બાદ અરજદાર દ્વારા જરૂરી રકમ એક માસમાં ભરપાઈ કરવાની રહેશે.

આવી રકમ ભરપાઈ થયા બાદ જે તે મામલતદાર અરજદારને દાખલો/સનદ દિન ૧૫ માં બનાવી આપશે અને ત્યાર બાદ અરજદાર આવા મકાન કોઈ પણ જાતના નિયંત્રણ વગર ધારણ કરશે.

સરકાર દ્વારા આ મુજબ જે તે મકાન/ખોરડાને અઘાટ હક્કમાં ફેરવી આપ્યા બાદ તેવા ઉપયોગ હેઠળની જમીનના વિસ્તાર માટે વખતો વખત જે લાગુ પડતા હોય તે દર મુજબ બિન ખેતી આકારણી વાર્ષિક ધોરણે અથવા રાજ્ય સરકાર વખતો વખત ઠરાવે તે મુજબ ભરવાના રહેશે.

આ ફોર્મ ભરીને અરજી કોને કરવી?

અરજી મામલતદાર શ્રીને કરવાની રહેશે.

ગેરકાયદેસર વેચાણના કિસ્સામાં પ્રાંત અધિકારીને એટલે કે ડેપ્યુટી કલેક્ટરને કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published.