થરાદ/ વ્યાજખોરોનાં ત્રાસથી શિક્ષકને વેચવી પડી કીડની, પછી થયું આવું….

By | 17 Aug, 2020

Join Our WhatsApp GroupSponsored Ads
વ્યાજખોરોના નાણાં ચૂકવવા માટે કોઈ વ્યક્તિએ પોતાની કિડની વેચવી પડે તેનાથી કપરી પરિસ્થિતિ કોઇ હોઇ શકે નહીં. થરાદમાં એક શિક્ષકે વ્યાજખોરોના નાણાં ચૂકવવા માટે પોતાની કિડની વેચવી પડી. જે મામલે થરાદ પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે


બનાસકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. થરાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક શિક્ષકે શ્રીલંકા જઈ પોતાની એક કીડની વેચી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે શિક્ષકે પોતાની કિડની વેચી નાણાં ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો તેની પાસેથી હજુ નાણાંની માંગણી કરતા હતા. થરાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજાભાઈ પુરોહિતે ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે એક વર્ષમાં જ બમણા થઈ જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ચક્રવૃદ્ધિ વ્યાજ તેમણે લીધેલાં નાણાં પર લાગતા તેઓએ પોતાની કિડની વેચવા માટે છેલ્લું પગલું ભર્યું હતું. વ્યાજખોરોએ આ શિક્ષક ને સાથે લઈ જઈ શ્રીલંકાની હોસ્પિટલમાં 15 લાખ રૂપિયામાં કિડની વેચવા આવી હતી. જે બાદ નાણાકીય લેવડદેવડ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં શિક્ષકને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આખરે શિક્ષકે કંટાળી થરાદ પોલીસ મથકે ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

થરાદની સત્યમ નગર સોસાયટીમાં રહેતા રાજા ભાઈ પુરોહિત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. નાણાકીય ભીડના કારણે તેઓએ વ્યાજે નાણા લીધા હતા. વ્યાજખોર ના વારંવાર ત્રાસના કારણે રાજાભાઈ પુરોહિત મુશ્કેલીમાં આવ્યા હતા. જેના કારણે તેઓએ શ્રીલંકા ની એક હોસ્પિટલમાં જઈ પોતાની કિડની 15 લાખ રૂપિયામાં વેચી હતી. આ સમગ્ર મામલે થરાદના જ ચાર ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રાજાભાઈ ના પાસપોર્ટમાં શ્રીલંકા ની મુલાકાત ના વિઝા એન્ટ્રી છે. જેથી તેઓએ આપેલી પ્રાથમિક ફરિયાદ સાચી હોય તેવું દેખાય છે. સમગ્ર મામલે મેડિકલ તપાસ તેમજ આરોપીઓને પકડી પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.


થરાદ માંથી સામે આવેલી આ ઘટનાને લઇને જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો છે. નાણાકીય ભીડ અનુભવતા લોકો ની કેટલીક કપરી પરિસ્થિતિ થાય છે. તે આ ઘટના પરથી સ્પષ્ટ જોઇ શકાય છે. નાણાં મેળવવા માટે લોકોએ એક વ્યક્તિની કિડની વેચાવી છે. જેને લઇ લોકોમાં દુઃખની લાગણી છવાઇ છે.

Leave a Reply

Your email address will not be published.