ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

By | 17 Aug, 2020

Join Our WhatsApp GroupSponsored Ads
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં પણ કોરોનાના પગલે શાળા – કોલેજો બંધ રાખવામાં આવી છે. તેમ જ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે તે માટે દરેક રાજ્યમાં સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા પણ ડી.ડી. ગિરનાર, વંદે ગુજરાત તેમજ ગુજરાતના સર્વ શિક્ષા અભિયાન દ્વારા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ GOJARAT e-class youtube ચેનલ બનાવવામાં આવી છે.જે ચેનલ ઉપર ધો:- 10 ગણિત ના પ્રકરણ-5 સમાંતર શ્રેણી ના અભ્યાસની પોસ્ટ સમયે youtube ચેનલ માં નીચે આપેલા ચેટ બોક્સમાં ત્રણ છાત્રો (બે વિદ્યાર્થી – એક વિદ્યાર્થીની) દ્વારા ખુલ્લેઆમ લવ ચેટિંગ કરાતાં ચકચાર મચી જવા પામી છે. જે લવ ચેટિગમાં એક યૂઝર ઓનલાઇન અભ્યાસ કરતી છાત્રા યૂઝરને લવ માટે પ્રપોઝ કરે છે. ત્યારે છાત્રા પોતે લાઈવ ક્લાસ પર જોઈન થઈ તે બાબતે અફસોસ વ્યક્ત કરે છે.


આ ચેટિંગે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ત્યારે અભ્યાસ કરતા સગીર બાળકોને અભ્યાસ માટે એન્ડ્રોઇડ મોબાઈલ આપવા ઉપર પણ વાલીઓને વિચારતા કરી મૂક્યા છે. તો આ છાત્રોના આવારાપન ને સહેલાઈથી લેવામાં આવશે તો આગળ ઘણા પ્રશ્નો ઊભા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. તેમ જ બીજા વિદ્યાર્થીઓ ઉપર આની અવળી અસર થવાની દહેશત છે.સાથે ઓનલાઈન માં ચેટિંગ થઈ રહ્યું છે ત્યારે સરકાર ના બાબુઓ શુ ધ્યાન રાખે છે તે પણ ચર્ચા નો વિષય છે.શુ આ ચેટિંગ બાબતે ઓપરેટ કરતા કર્મીઓને ધ્યાને નહીં આવ્યું હોય.જોકે હાલતો સમગ્ર ગુજરાતમાં ચેટીંગ ના સ્ક્રીન સૉર્ટ ફરતા થયા છે.

Leave a Reply

Your email address will not be published.