બહાર નીકળવા માટે પાસ-ભલામણ ચિઠ્ઠી નહીં ચાલે: DGP શિવાનંદ ઝા

By | 6 Apr, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

કોરેન્ટાઈન’ વિસ્તાર અને આસપાસના રહીશો પોલીસ અને તંત્રને વિશેષ સહયોગ કરે. આવનારાં દિવસો મહત્ત્વના હોવાથી બીજા જિલ્લા કે રાજ્યમાં જવા માટે ‘પાસ’ અને ‘ભલામણ ચિઠ્ઠી’નો સહારો લેવામાં આવી રહ્યો છે. આવી ભલામણ ચિઠ્ઠીઓનો દુરૂપયોગ ચલાવી લેવામાં નહીં આવે. વાહનોમાં ખાનગી રીતે બીજા જિલ્લા-રાજ્યોમાં જવાનું ગેરકાયદેસર છે. ગુજરાતમાં પોલીસે વધુ 8172 વાહન કબજે કર્યાં છે. કોરોના સંક્રમણનો ખતરો ટાળવા માટે બિનજરૂરી હેરફેર પર સ્વયંભૂ અંકુશ આવશ્યક છે અને આવી પ્રવૃત્તિ નહીં કરવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અપીલ કરી છે.

ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, પાસ અને ભલામણ પત્રોને દુરૂપયોગ કરીને લોકડાઉન ભંગ કરવાના કિસ્સા બની રહ્યાં છે. રોગચાળા સામે લોકોની સુરક્ષા માટે આ પ્રકારની હેરફેર વ્યાજબી નથી. શાસકો પાસેથી ભલામણચિઠ્ઠીઓ મેળવીને અથવા તો નકલી ભલામણપત્રો બનાવીને એક જિલ્લા કે રાજ્યમાંથી બીજા જિલ્લા કે રાજ્યમાં જવાનો પ્રયાસ કરવામાં આવે છે. નકલી ભલામણપત્રોના કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં 1862 ગુના નોંધાયા

  • જાહેરનામા ભંગ    1213
  • કોરેન્ટાઈન ભંગ    451
  • અન્ય    201
  • કુલ અટકાયત    2724
  • વાહનો જપ્ત    8172

Leave a Reply

Your email address will not be published.