રાજ્યના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા સમાચાર, શ્રમિકો પરત આવી રહ્યા છે ગુજરાત

By | 29 Jun, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

migrant Workers returned gujarat ahmedabad railway station lockdown coronavirus

ગુજરાતના ફેક્ટરીઓ અને કંપનીઓ માટે સારા રાહતના સમાચાર છે. કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે ગુજરાતથી પરત પોતાના વતન ગયેલા શ્રમિકો હવે પરત ફરી રહ્યાં છે.

  • લોકડાઉનમાં વતન ગયેલા શ્રમિકો પરત આવી રહ્યા છે ગુજરાત
  • યુપી, બિહાર, ઓડીસા તરફથી આવતી ટ્રેનો ફૂલ
  • ગુજરાત આવવા માટે ટ્રેનમાં લાંબુ વેટિંગ લિસ્ટ મળી રહ્યું છે જોવા

કોરોનાના સંકટના કારણે દેશભરમાં લોકડાઉન હતું. તે સમયે તમામ ફેક્ટરી અને કંપનીઓ બંધ થઇ ગઇ હતી. જેના કારણે શ્રમિકો પાસે કોઇ રોજગારી ન હતી. શ્રમિકો પાસે આવકનો કોઇ સ્ત્રોત ન હોવાથી શ્રમિકોની મુશ્કેલીઓ વધી હતી. જેને લઇને યુપી, બિહાર, ઓડિસાથી આવેલા શ્રમિકો પરત વતન ફર્યા હતા.


જો કે હવે ફેક્ટરીઓ અને કંપનીઓ ફરી શરૂ થતા યુપી, બિહાર, ઓડિસા સહિતથી શ્રમિકો ગુજરાત પરત આવી રહ્યાં છે. ટ્રેનો ફૂલ જોવા મળી રહી છે. ગુજરાત આવવા માટે ટ્રેનમાં લાંબુ વેટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.

ત્યારે શ્રમિકો પરત આવતા ઠપ્પ થઇ ગયેલા ઉદ્યોગો ફરી શરૂ થશે અને ગુજરાત રાજ્ય ફરી ધમધમતું થશે. અમદાવાદના કાલુપુર સ્ટેશન પરથી પરપ્રાંતિયો પરત ફરીને ઉદ્યોગ તરફ જઇ રહ્યા છે.


Join Our Whatsapp Group: Click Here

 

Leave a Reply

Your email address will not be published.