ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે લોકડાઉને કારણે કેન્દ્ર સરકાર મોટા પાયે આ કાર્ડ દ્વારા અનાજનું વિતરણ કરી રહી છે. જેથી કોઈ ગરીબ ભૂખ્યા ન રહે. ઉપરાંત ઘણી સરકારી યોજનાઓમાં રાશન કાર્ડ હોવું ફરજિયાત છે.
- રાશનકાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે
- રાશનકાર્ડમાં ઘરે બેઠા સભ્યનું નામ ઉમેરો
- આ સરળ પ્રોસેસથી થઈ જશે તમારું કામ
આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે, મહત્વપૂર્ણ દસ્તાવેજો હંમેશાં અપડેટ રાખવામાં આવે જેથી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાય. હાલમાં જ કેન્દ્ર સરકારે વન નેશન વન રાશન કાર્ડ લાગૂ કરવાની જાહેરાત કરી છે. તેના અમલ બાદ કોઈપણ રાશન કાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્યમાંથી રાશન મેળવી શકશે. જેથી આજે અમે તમને જણાવીશું કે રાશન કાર્ડમાં જો પરિવારના કોઈ સભ્યનું નામ છૂટી ગયું છે, તો તેને ઘરે બેઠા કેવી રીતે અપડેટ કરવું. રાશન કાર્ડ ઓનલાઇન અથવા ઓફલાઇન અપડેટ કરી શકાય છે.
કયા દસ્તાવેજોની જરૂર પડશે?
- જો તમે આ કાર્ડમાં કોઈ બાળકનું નામ ઉમેરવા માંગતા હો તો ઘરના વડાનું રાશનકાર્ડ હોવું ફરજિયાત છે. તેની એક ફોટોકોપી અને ઓરિજિનલ કોપી હોવી જરૂરી છે. આ સિવાય બાળકનો જન્મ પ્રમાણપત્ર, માતાપિતાના આધારકાર્ડ પણ હોવા જોઈએ.
- જો ઘરમાં લગ્ન પછી વહુનું નામ રાશન કાર્ડમાં ઉમેરવું હોય તો, આ માટે તમારે તેનું આધારકાર્ડ, લગ્નનું પ્રમાણપત્ર, પતિના રાશન કાર્ડની ફોટોકોપી અને ઓરિજિનલ કોપી જોઈએ. આ ઉપરાંત માતા-પિતાના ઘરે જે રાશન કાર્ડ હતું તેમાંથી નામ હટાવવાનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
ઘરે આ રીત ઓનલાઇન અપડેટ કરો રાશનકાર્ડ
- રાશનકાર્ડમાં કોઈ માહિતી અપડેટ કરવા માટે સંબંધિત રાજ્યના ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ પર લોગ ઇન આઈડી બનાવવી પડશે.
- લોગ ઇન કર્યા પછી આ વેબસાઇટના હોમપેજ પર નવા સભ્યનું નામ ઉમેરવાનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી એક નવું ફોર્મ ખુલશે.
- આ ફોર્મમાં તમારે કુટુંબના નવા સભ્યોની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- આગળના સ્ટેપમાં આ ફોર્મની સાથે, તમારે ઉપરોક્ત તમામ દસ્તાવેજોની સ્કેન કોપી પણ અપલોડ કરવાની રહેશે. આ પછી ફોર્મ જમા કરાવવું પડશે.
- ફોર્મ સબમિટ થયા પછી તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે, જેના દ્વારા તમે આ વેબસાઇટ પર લોગ ઇન કરી ફોર્મને ટ્રેક કરી શકો છો.
- આ ફોર્મ અને દસ્તાવેજને અધિકારી વેરિફાઈ કરશે. જો આમાં આપેલી તમામ જાણકારી સાચી હશે તો ફોર્મ સ્વીકારી લેવામાં આવશે અને પોસ્ટ દ્વારા તમારા એડ્રેસ પર રાશનકાર્ડ મોકલી દેવામાં આવશે.
Click Here To Apply: Click Here
Pingback: Add Name in Ration Card - SabkaGujarat.in – Ojas Bharti, Maru Gujarat Job, Sarkari Naukari, Railway Job, Maru Gujarat
mks1295519errtbh QcvPqbc XHtD JqcGX9p