સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર, સરકારે આપી આ છૂટ

By | 28 Jun, 2020

Sponsored Ads

Sukanya Samriddhi Yojana: गोद ली हुई बच्ची को भी ...

કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme 2020) સામાન્ય માણસોમાં જાણીતી છે. તેને લઈને આવનારા નિર્ણયો પર દરેકની નજર રહે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે નાણાંકીય વર્ષ 2019-20ના સમયે ટેક્સ છૂટ મેળવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનો સમય વધારીને 31 જુલાઈ 2020 સુધી વધાર્યો છે. તેનો અર્થ એ છે કે હવે ટેક્સ છૂટ મેળવવા માટે એક મહિનાનો વધુ સમય મળ્યો છે. સાથે જેઓએ હજુ સુધી સુક્ન્યા ખાતામાં રૂપિયા જમા નથી કર્યા તેઓ એક મહિનાની અંદર 250 રૂપિયા જમા કરી શકે છે. અત્યારના સમયે તેની પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે.

  • કેન્દ્ર સરકારની આ યોજનામાં મળશે રાહત
  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળશે લાભ
  • સરકારે રોકાણનો સમય 1 મહિનો વધાર્યો

31 જુલાઈ સુધી કરી લો આ કામ

નાણાંકીય વર્ષ 2019-20ને માટે પીપીએફ અને નાની બચત સ્કીમમાં ન્યૂનતમ જમા કરવાની છેલ્લી તારીખ 30 જૂનથી 31 જુલાઈ કરી છે. પહેલાં તેની સમયસીમા 31 માર્ચ 2020 હતી. તમે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. તેનો અર્થ એ છે તે તમે એક વર્ષમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો. જ્યારે એકાઉન્ટ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રકમને ખાતાધારકના ખાતામાં રિટર્ન કરી દેવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટમાં 15 વર્ષ સુધી રૂપિયા જમા કરી શકાય છે. જો તમે આ સમય દરમિયાન ન્યૂનતમ રકમ પણ જમા નહીં કરો તો તેની 15 વર્ષની સીમા રેગ્યુલર ગણાશે નહીં. આ માટે તમારે દર વર્ષે 50 રૂપિયા દંડ રૂપે ભરવાના રહેશે.

સુકન્યા ખાતા સાથે જોડાયેલા આ 4 નિયમ બદલાયા


હવે ડિફોલ્ટ એકાઉન્ટ પર મળશે વધારે વ્યાજ

આ સ્કીમના નિયમના આધારે એક નાણાંકીય વર્ષના સમયે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં 250 રૂપિયા જમા કરવામાં આવે તો તેને ડિફોલ્ટ એકાઉન્ટ ગણવામાં આવતું હતું. સરકાર દ્વારા 12 ડિસેમ્બર 2019એ જાહેર કરાયેલા નિયમના આધારે હવે એવા ડિફોલ્ટ એકાઉન્ટમાં જમા રકમ પર જ વ્યાજ મળશે જેટલું સ્કીમમાં નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલાં એવા એકાઉન્ટ પર પોસ્ટ ઓફિસ બચત ખાતા પર મળનારા વ્યાજ દરને બરોબર મળતું હતું. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પર હાલમાં 8.7 ટકાના દરે વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ બચત ખાતા પર 4 ટકા વ્યાજ મળે છે. એવામાં હવે આ સ્કીમના ડિફોલ્ટ એકાઉન્ટ પર 4.7 ટકા વ્યાજ મળશે.

એકાઉન્ટ માટેનો નિયમ પણ બદલાયો


નવા નિયમના આધારે 18 વર્ષની ઉંમર થયા બાદ બાળકી પોતે જ પોતાના એકાઉન્ટને ચલાવી શકશે. પહેલાં આ ઉમર 10 વર્ષની રાખવામાં આવી હતી. જ્યારે બાળકી 18 વર્ષની થશે તો બાળકી સાથે સંબંધિત દસ્તાવેજ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાના રહેશે.

જો 2થી વધુ બાળકીનું સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવું છે તો તમારે વધારે ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. નવા નિયમ અનુસાર જો 2થી વધુ બાળકીનું એકાઉન્ટ ખોલવું છે તો બર્થ સર્ટિફિકેટની સાથે હલફનામું પણ જરૂરી છે. આ પહેલાં ગાર્ડિયને બાળકીનું ફક્ત મેડિકલ સર્ટિફિકેટ આપવાનું રહેતું હતું.

પ્રીમેચ્યોર ક્લોઝરનો નિયમ બદલાયો
નવા નિયમના આધારે બાળકીનું મોત થવું કે સહાનુભૂતિના આધારે એકાઉન્ટને મેચ્યોરિટી સમયથી પહેલાં બંધ થયું છે. અહીં સહાનુભૂતિનું તાત્પર્ય થયું છે કોઈ જીવલેણ બીમારીનો ઉપાય કે અભિભાવુકના મોત સાથે છે. એવી સ્થિતિમાં રૂપિયાની જરૂર પૂરી કરવા માટે મેચ્યોરિટીથી પહેલાં પણ એકાઉન્ટ બંધ કરી શકાય છે. આ પહેલાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાતું હતું, જ્યારે એકાઉન્ટ હોલ્ડરનું મોત થતું કે તેમનું રહેણાંક બદલાઈ જતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *