સુશાંત આત્મહત્યા કેસમાં એવી માહિતી મળી કે જેનાથી સૌ કોઈ ચોકી ગયાં છે, જાણો વિગત

By | 25 Jun, 2020

Join Our WhatsApp Group


Sponsored Ads

 

સુશાંત સિંહએ અચાનક જ આત્મહત્યા કરી લેતા સૌ કોઈ ચોકી ગયું છે. તો પોલિસ પણ સુશાંતે ક્યા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરી રહી છે. પોલીસ 15 લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની પોલીસ ફરી પૂછપરછ કરી શકે છે.

પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર જે ફિલ્મો સુશાંતના હાથમાંથી ગઈ છે તે એક ખાસ એક્ટરને જ મળી છે. ત્યારે પોલીસની એક ટિમ હવે બોલીવુડના આ એક્ટરની તપાસમાં લાગેલી છે. પોલીસ એ જાણવા માંગે છે કે, સુશાંતને જે ફિલ્મો મળવાની હતી તે એક ખાસ અભિનેતાને જ કેમ આપવામાં આવી.

આગામી દિવસોમાં પોલીસ સલમાન ખાન, શેખર કપૂર, આદિત્ય ચોપરા, મુકેશ ભટ્ટ અને કરણ જોહર તથા કંગનાની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

તો વળી આ તરફ બીજી ટીમ સુશાંતના મિત્રો અને તેની સાથે કામ કરનારા લોકોની પૂછપરછ કરી રહી છે.જ્યારે પોલીસની અન્ય એક ટીમ સુશાંતના ડિપ્રેશન પાછળના કારણો શોધી રહી છે.પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોના નિવેદન નોંધ્યા છે. રિયા ચક્રવર્તીએ તપાસ અધિકારીઓને કહ્યું કે અભિનેતાએ યશરાજ ફિલ્મ્સ સાથેનો કરાર સમાપ્ત કરી દીધો છે અને આ બેનર સાથે કામ ન કરવા કહ્યું હતું.

યશ રાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત સાથે કરાર અંગે માહિતી માંગી હતી. આ પછી શનિવારે યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત દ્વારા સાઈન કરેલો આગામી પ્રોજેક્ટનો કરાર મુંબઈ પોલીસને સોંપ્યો હતો.


સુશાંતે રાજપૂતે યશ રાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં શુદ્ધ દેશી રોમાંસ અને ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી છે. તે જ સમયે, તેમની ત્રીજી ફિલ્મ પાની હોવાની હતી, પરંતુ પાછળથી આ પ્રોડક્શન હાઉસે પ્રોજેક્ટ બંધ કરી દીધો.

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ મુંબઇ પોલીસ તેમના મોતનું ચોક્કસ કારણ શોધવા પ્રયત્નશીલ છે.જો કે તેમની પ્રોવીઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે.જેમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમનું મોત ફાંસીના કારણે ગૂંગળામણથી થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, સંજય લીલા ભણસાલી રામલીલામાં સુશાંતને લેવા માંગતા હતા પણ બીજા પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતનો કોન્ટ્રાક્ટ હોવાથી આ ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. બાજીરાવ મસ્તાની માટે પણ સુશાંત ભણસાલીની પહેલી પસંદ હતો.

Credit: Gujjurocks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *