Download Documents From Whatsapp

By | 15 Nov, 2022


Sponsored Ads

Download Documents From Whatsapp – ગુજરાત સરકારે વોટ્સએપ વપરાશકર્તાઓને ડિજિટલ સુવિધા આપી છે. જેની મદદથી તમે WhatsApp પરથી પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, વાહન આર.સી, વીમો, બોર્ડ પરિણામ માર્કશીટ જેવા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશો. માત્ર એક નંબર પર WhatsApp મેસેજ મોકલીને તમે તમારા મહત્વના ડોક્યુમેન્ટ ગમે ત્યાં અને ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો.

નોંધ : આ માટે માત્ર એક શરત છે – આ તમામ ડોક્યુમેન્ટ તમારા ડિજીલોકરમાં સેવ કરવા જરૂરી છે.

Download Documents From Whatsapp

DigiLocker એક સરકારી પ્લેટફોર્મ છે. અહીં તમામ ડોક્યુમેન્ટ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જો તમે હજી સુધી તમારા ડોક્યુમેન્ટ DigiLocker પર સાચવ્યા નથી, તો તમે કરી શકો છો. જો તમે ક્યાંક જતી વખતે તમારા ડોક્યુમેન્ટ ભૂલી જાઓ છો. પછી તમે DigiLocker પર ઉપલબ્ધ ડોક્યુમેન્ટમાંથી તમારા કાર્ય સાથે આગળ વધી શકો છો. Download Documents From Whatsapp

Document List Which You Can Download From Whatsap

નીચે આપેલ ડોક્યુમેન્ટસ્ વ્હોટ્સએપ પરથી ડાઉનલોડ કરી શકાય છે

  1. 10મા ધોરણની માર્કશીટ
  2. 12મા ધોરણની માર્કશીટ
  3. પાન કાર્ડ
  4. લાઇસન્સ
  5. વાહન નોંધણી (RC)
  6. ટુ વ્હીલર વીમા પોલિસી
  7. CBSE 10મું પાસ થવાનું પ્રમાણપત્ર
  8. વીમા પૉલિસી ડોક્યુમેન્ટ (ડિજિલૉકર પર જીવન અને બિન-જીવન ઉપલબ્ધ છે) વગેરે..

How to download documents from whatsapp ?

  1. સૌ પ્રથમ તમારે MyGov Helpdesk નો મોબાઈલ નંબર +91 9013151515 તમારા મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
  2. પછી તમારે વોટ્સએપમાં આ નંબર પર Namaste, Hello, Hi અથવા Digilocker લખીને મોકલવાનું રહેશે.
  3. ત્યાર બાદ તમારા વોટ્સએપમાં જવાબ આવશે. હવે તમારે DigiLocker Services પસંદ કરવાની રહેશે.
  4. તમને પૂછવામાં આવશે કે શું તમારી પાસે DigiLocker એકાઉન્ટ છે, જો હા તો તમારે YES પર ક્લિક કરવી પડશે અને જો નહીં તો તમારે પહેલા DigiLocker પર એકાઉન્ટ બનાવવું પડશે.
  5. હવે તમારી પાસે આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે. તમારે તેને આધાર કાર્ડ નંબર લખીને મોકલવાનો રહેશે.
  6. આધાર કાર્ડ સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે. તેને લખીને મોકલો.
  7. પછી તમે Digilockerમાં સફળતાપૂર્વક લોગિન થયા છો.
  8. હવે તમે WhatsApp દ્વારા તમારા ડોક્યુેન્ટ્સ એક્સેસ કરી શકો છો.
  9. ત્યાં તમારી સામે એક લિસ્ટ આવશે. આ લિસ્ટમાં તમે નંબર લખીને મોકલશો. તે ડોક્યુમેન્ટ તમારી સામે દેખાશે.
  10. તમે આપેલ સૂચિમાંથી કોઈપણ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

Important Links

Events Links
વ્હોટ્સએપ્ પરથી ડોકયુમેંટ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો
Digilocker app ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો
Official Website Link અહિયાં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *