LRD મહિલા ઉમેદવાર માટે એક મહત્વપૂર્ણ ગણી શકાય તેવા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. LRD મહિલા ઉમેદવારોમાં જે ઉમેદવારો બાકી રહી ગયા છે તેમના માટે એક જાહેરાત કરવામાં આવી છે. આગામી 4 જુલાઈએ એટલે કે આજે તેમને નિમણૂંક પત્ર આપવામાં આવશે અને બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુધી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. RD મહિલા ઉમેદવારો માટેનો આ આદેશ રાજ્ય પોલીવડા શિવાનંદ ઝાએ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસની ભરતીમાં મહિલાઓને રાજ્ય સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેમની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં.
આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. ત્યારે આ જીઆરને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી રાજ્યમાં આંદોલન પણ થયું હતું.
શું હતો એલઆરડી વિવાદ?
પોલીસની ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવામાં આવ્યું છે, જેમાં 1લી ઓગસ્ટ, 2018નાં ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ તેમાં જ તેની પસંદગી શક્ય બની છે. કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળી શકે, જેના કારણે સ્થિતિ કથળી હતી. અનામત કેટેગરીની મહિલાને જનરલ-ઈડબલ્યુએસ કેટેગરી કરતાં વધુ માર્ક છતાં નોકરીથી વંચિત રહેવું પડ્યું છે.
જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં ઉમેદવારો નોકરીથી વંચિત છે. લોકરક્ષક દળ માટે કુલ 9,713 જગ્યા માટે ભરતી કરવામાં આવી છે. ભરતી બોર્ડ માત્ર 8,135 ઉમેદવારોનું જ લિસ્ટ જાહેર કરાયું છે. જનરલ કેટેગરીમાં એક પણ મહિલાનું મેરિટ જાહેર કર્યુ નથી. હથિયારધારી મહિલામાં 1,011 અને બિનહથિયારધારી મહિલામાં 530 મહિલાનું મેરિટ અટવાયું છે. ગુજરાત સરકાર પરિપત્ર જાહેર કરતાં અનામતનો છેદ ઉડ્યો હતો.
Pingback: LRD women candidates important news for Shivanand Jha’s big order for the remaining candidates | SabkaGujarat.in
This is a very great news website…Thanks for given This important information. more Gujarati news.